25 May 2015

NOTIFICATION FOR CONSTABLE

Constbl na marks cutt off
Genral -80
Obc-77
Sc-77
St-70
ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગે સુચનાઓ.
પુરૂષ લોકરક્ષક
(૧) લોકરક્ષક માટે લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પુરૂષ લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ ગુણના પ્રોવિઝનલ પરીણામ માટે અહિંયા કલીક કરો.
(૨) જો કોઇ ઉમેદવાર લેખિત પરીક્ષાનું રીચેકીંગ કરાવવા માંગતા હોય તો તા. ૨૬/૫/૨૦૧૫ થી તા. ૧૦/૬/૨૦૧૫ સુધીમાં રૂ. ૩૦૦/- (અંકે રૂપીયા ત્રણસો પુરા) નો ડીમાન્ડ ડ્રાફટ “અધ્યક્ષશ્રી, લોકરક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર” ના નામનો કઢાવી અરજી ભરતી બોર્ડ ક્ન્ટ્રોલ રૂમ, પોલીસ હેડક્વાર્ટર, શાહિબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ને કરી શકશે. ત્યારબાદ આવેલ રજુઆતો ધ્યાને લેવામાં આવશે નહી.
(૩) જે પુરૂષ ઉમેદવારે લેખિત પરીક્ષામાં (એ) જનરલ કેટેગરીમાં ૮૦ ગુણ (બી) એસ.સી. કેટેગરીમાં ૭૭ ગુણ (સી) એસ.ટી. કેટેગરીમાં ૭૦ ગુણ (ડી) એસ.ઇ.બી.સી. કેટેગરીમાં ૭૭ ગુણ અથવા તેથી વધુ ગુણ મેળવેલ હોય અને તેઓ પાસે નીચે મુજબનાં એક કે તેથી વધારે સર્ટીફીકેટ હોય
(અ) એન.સી.સી. “સી” સર્ટીફીકેટ
(બ) રક્ષા શક્તિ યુનિવર્સીટી ના ડીગ્રી/ડીપ્લોમા સર્ટીફીકેટ
(સી) રમત ગમતનાં સર્ટીફીકેટ ( સરકારશ્રીનાં સામાન્ય વહિવટ વિભાગના વખતોવખતના નિયમો મુજબની રમત રમેલ હોય, તેવા કિસ્સામાં મેળવેલ ગુણના ૫% વધારે ગુણ મળવા પાત્ર )
તો તેની મહિતી પાઠવવા નિયત કરેલ નમુના માટે અહિંયા કલીક કરો. નમુના મુજબના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો તા. ૧૦/૬/૨૦૧૫ સુધીમાં ભરતી બોર્ડ ક્ન્ટ્રોલ રૂમ, પોલીસ હેડક્વાર્ટર, શાહિબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ને અચુક મોકલી આપવી.
(૪) આ અંગે વધારાની વિગતો માટે ભરતી બોર્ડ ક્ન્ટ્રોલ રૂમ ફોન. નં (૦૭૯)૨૫૬૨૬૪૧૫ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર ક્લાક ૧૦.૦૦ થી ૧૮.૦૦ દરમ્યાન સંપર્ક કરી શકશે.
(૫) ડોક્યુમેન્ટ ચકાસણી તા. ૧૬/૬/૨૦૧૫ થી ૨૫/૬/૨૦૧૫ દરમ્યાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જીલ્લો: ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે. કુલ ભરવાની થતી જગ્યાઓના ૫૦% વધારે મુજબ ડોક્યુમેન્ટ ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોના કોલ લેટર તા. ૧૨/૬/૨૦૧૫ થી http://ojas.guj.nic.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
મહિલા લોકરક્ષક
(૬) મહિલા લોકરક્ષકની લેખિત પરીક્ષા અન્વયે OMR રીચેકીંગ માટે આવેલ અરજીઓના રીઝલ્ટ માટે અહિંયા કલીક કરો.