12 Jul 2015

Important instructions for PSI/ASI INTERVIEW

પોસઇ/એએસઆઇ ભરતી માટે તા.ર,૩,૪/મે/ર૦૧પ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબોમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે.
૧. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૮૦ ને અગાઉની આન્સર કીમાં રદ કરેલ હતો જેના સ્થાને આ પ્રશ્ન-૮૦ નો સાચો જવાબ “ડી” ગણવો અને પ્રશ્ન માન્ય રાખવામાં આવેલ છે
ર. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૯૦ નો અગાઉની આન્સર કી નો જવાબ “બી” દર્શાવવામાં આવેલ હતો જેના સ્થાને હવે સાચો જવાબ “ડી” ગણવાનો રહેશે
૩. જનરલ નોલેજ પ્રશ્નપત્ર સેટ-૧ માં પ્રશ્ન-૧૪૦ માં અગાઉની આન્સર કીમાં જવાબ “ડી” દર્શાવવામા આવેલ હતો જેના સ્થાને હવે આ પ્રશ્ન-૧૪૦ ને રદ કરવામાં આવે છે.
૪. એ.એસ.આઇ. કાયદો (લો) ના પ્રશ્નપત્ર સેટ-૧ નો પ્રશ્ન-૭૪ માં અગાઉની આંન્સર કી માં જવાબ “એ” દર્શાવેલ હતો જેના સ્થાને હવે “એ” અને “સી” બંને જવાબ સાચા ગણવાના રહેશે.
ઉપરોકત કુલ-૪ પ્રશ્નોના જવાબમાં સુધારો કરી નવી રીવાઇઝ કરેલી આન્સર કી તથા જે ઉમેદવારોએ પેપર રિચેકિંગ માટે અરજીઓ આપેલ હતી, તેવા ઉમેદવારોના પેપર રિચેકિંગ બાદના ગુણ http://gprb2015.org પરથી જોઈ શકાશે.
 (નોધ:- ઉપરોકત રીવાઈઝ આન્સર કી અનુસંધાનમાં હવે કોઈ પ્રુચ્છા કે ઈ.મેઈલ કે પત્ર વ્યવહાર ધ્યાને લેવામા આવશે નહી)
ઉપરોકત રીવાઈઝ આન્સર કી પ્રમાણે પો.સ.ઈ./એ.એસ.આઈ.માં ભરતી અન્વયે મૌખીક ઈન્ટરવ્યુ સારૂ પસંદગી પામેલ ઉમેદવારોની યાદી http://gprb2015.org પરથી જોઇ લેવા વિનંતી છે વધુમાં તા.૨૦/૦૭/૨૦૧૫ પછી ઈન્ટરવ્યુ શરૂ કરવામાં આવનાર છે જેની નોંધ લેવી.
ઈન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ અંગેના કોલલેટર આવતી તા.૧૪/૦૭/૨૦૧૫ બાદ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પરથી ડાઉનલોડ કરી શકશે. 
*રાજય સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગનાં ઠરાવ ક્રમાંક
(૧) સી.આર.આર/૧૦૭૭/૨૬૬૦/ગ-૨ તા.૨૫/૦૨/૧૯૮૦
(૨) સી.આર.આર/૧૧૮૨/૧૧/ગ-૨ તા.૧૦/૦૫/૧૯૮૨
(૩) સી.આર.આર/૧૧૮૮/૩૬૪૪/ગ-૨ તા.૦૧/૦૮/૧૯૯૦
(૪) સી.આર.આર/૧૦૯૯/યુ.ઓ.૪૧૧૦/ગ-૨. તા.૧૮/૦૪/૨૦૦૧
(૫)સી.આર.આર/૧૦૨૦૦૫/યુ.ઓ.૧૨૭૭/ગ-૨ તા.૧૧/૧૦/૨૦૦૫
ઉપરોક ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કોલમ Aપૈકીની કોઈપણ રમતો માં અને કોલમ Bપૈકીની માન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય અને માન્ય સર્ટીફીકેટ નિયત સમય મર્યાદામાં રજુ કરેલ હોય તેવા ઉમેદવારોને ઉપરોકત પરીપત્ર અનુસાર મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરવામાં આવેલ છે
કોલમ A (માન્યતા પ્રાપ્ત રમતો) કોલમ B (માન્યતા પ્રાપ્ત સ્પર્ધાઓ)
૧. એંથલેટિક
(ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત)
૨. બેડમિન્ટન
 ૩. બાસ્કેટબોલ
 ૪. ક્રિકેટ
 ૫. ફુટબોલ
 ૬. હોકી
 ૭. સ્વિમીંગ
 ૮. ટેબલટેનીસ
 ૯. વોલીબોલ
 ૧૦. ટેનીસ
 ૧૧. વેઈટલિફટિંગ
 ૧૨. રેસલિંગ
 ૧૩.બોકસિંગ
 ૧૪. સાઈકલિંગ
 ૧૫. જીમનેસ્ટિકસ
 ૧૬.જુડો
 ૧૭. રાઈફલ શુટિંગ
 ૧૮. કબ્બડી
 ૧૯. ખો.ખો
 ૨૦.તીરંદાજી
 ૨૧. ઘોડે સવારી
 ૨૨. ગોળા ફેંક
 ૨૩. નૌકા સ્પર્ધા
 ૨૪. શતરંજ
 ૨૫. હેન્ડબોલ.
 ૧. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા
 ૨. રાષ્ટ્રીય સ્પર્ધા
 ૩. આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ
 ૪. શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલ કુદ/ રમતો

* સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ના પરીપત્રના આધારે વિધવા મહીલા ઉમેદવારોને મેળવેલ ગુણના ૫% ગુણ મેળવેલ ગુણમાં ઉમેરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
 * આ અંગેની વધારાની વિગતો માટે તેમજ PSI/ASI ભરતી સંદર્ભે કોઇ પ્રકારની ગેરરીતી અથવા ગેરકાયદેસર રીતે પાસ કરાવી દેવા સારૂ પ્રલોભન આપતી કોઇ વ્યકિત આપના ધ્યાને આવે તો આવા પ્રકારની ગેરરીતીની જાણ તાત્કાલીક ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરુમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ખાતે રુબરૂમાં અથવા ફોન નંબર-૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર કરી શકાશે.
 (મનોજ અગ્રવાલ)
અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને
 પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્‍યવસ્‍થા,
ગુજરાત રાજય, ગાંધીનગર.